અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણમાં છે ત્યારે દાંતા રતનપુર ખાતે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જય જલિયાણ સેવા કેમ્પમાં યાત્રીકોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો. ચાર દિવસમાં અંદાજિત 2.25 લાખ યાત્રિકોએ ભોજન પ્રસાદ તેમજ મેડિકલ સેવા ,આરામ સેવા નો લાભ લીધો હતો.
સાંસદ પરબતભાઈ પટેલ ડીસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગોતરકા આશ્રમના મહંત શ્રી નિજાનંદ બાપુ અને પૂ.જાનકીદાસ બાપુ કનીજલા ગાદીપતી પધાર્યા હતા. શ્રદ્ધાળુઓની આશીર્વાદ પાઠવ્યા હતા. મોડી રાત્રે પદયાત્રીકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના બાળ કલાકાર જીગર રાઠોડ એ આગવી શૈલીમાં માં અંબે ની આરાધના કરી હતી. રાસ ગરબાની રમઝટ જમાવી હતી. આયોજક હિતેશભાઈ ઠક્કર એ .કેમ્પમાં સેવા આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને માં અંબે સર્વેની મનોકામના પૂર્ણ કરે તેમ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે છેલ્લા 16 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા અંબાજી જતા પદયાત્રીકોને સ્વાદિષ્ટ ભોજન આરામની સંપૂર્ણ સુવિધા અને મેડિકલ સેવા પૂરી પાડવામાં આવે છે દરરોજ રાત્રે ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.