વલ્લભીપુર નગરપાલિકા દ્વારા દેશ માટે સર્વોચ્ય બલિદાન આપનારા તમામ વીર અને વીરાંગનાઓને શ્રધાંજલિ આપવા માટેના કાર્યક્રમ મારી માટી મારો દેશ અંતર્ગત વોર્ડ વાઈઝ અમૃત કળશ યાત્રાનું નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કાંબડના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું ,
આઝાદીકા અમૃત મહોત્સવ સ્મારક સાથે અમૃતવાટિકાએ સમગ્ર સ્મારક અને આપણી સ્વતંત્રતા અને પ્રગતિને વાસ્તવિકતા બનાવનાર આપણા વીરોની બહાદુરી અને બલિદાનની ભાવનાની કાયમી વારસો અને કાયમી સ્મૃતિ બની રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
વલ્લભીપુર નગરપાલિકા દ્વારા આજ રોજ તારીખ 29/09/2023 ના રોજ બપોરે 4 કલાકે થી 5 કલાક સુધી વોર્ડ નંબર 1થી6 માં અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર , નગરપાલિકાના નગરસેવકો સહિત શહેરની અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં આ કળશ યાત્રામાં જોડાયા હતા, આ અમૃત કળશ યાત્રાનું નાગરિકો સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર