Latest

ઉમરાળા કન્યા શાળામાં “ગાંધી જયંતી”ની નિબંધ સ્પર્ધા અને શાળા સફાઈ કરી શ્રમદાન દ્વારા ઉજવણી કરવામાં આવી

તારીખ: 1/10/2023 ના રોજ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા મથકની ઉમરાળા કે.વ.શાળા નંબર-2(કન્યા શાળા)માં 2 ઓક્ટોબર “ગાંધી જયંતિ” ની ઉજવણી નિબંધ સ્પર્ધા દ્વારા અને શાળા સફાઈ કરી શ્રમદાન આપી ઉજવણી કરવામાં આવેલ.

જેમાં મહાત્મા ગાંધીજી વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું.તેમાં ધોરણ-7 અને 8 ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલો.જેમણે ગાંધીજીના જીવનના પ્રસંગો, બાપુના વિચારો શબ્દોમાં પ્રગટ કરી ઉત્કૃષ્ટ નિબંધ લખવામાં આવેલા.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મારું કિંજલબેન, બીજો ક્રમ ચૌહાણ બંસરીબેન અને ત્રીજો ક્રમ ડાભી ચાંદનીબેને પ્રાપ્ત કરેલો.તેમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલા. આ નિબંધ સ્પર્ધા વિજયસિંહ એમ. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ.આ ઉપરાંત શાળા સફાઈ નું આયોજન કરવામાં આવેલ

જેમાં 1કલાક શ્રમદાન દ્વારા ગાંધીજીના સ્વચ્છતા અંગેના આદર્શોને પ્રેરણારૂપ બનાવી શાળામાં સફાઈ અને શાળાની આસપાસના વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવેલ.જેમાં શાળાના આચાર્ય, શિક્ષક ભાઈ-બહેનો અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આ સફાઈ અભિયાનમાં જોડાઈ “ગાંધીજયંતિ”ની ઉજવણી કરવામાં આવેલ.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *