જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સ્વ: હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓમાં સુષુપ્ત શક્તિ બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાનો આયોજન કરેલું છે એમાં 53 દીકરીઓએ ભાગ લીધેલો અને નિર્ણાયક તરીકે વૈશાલીબેન દર્શક ભાઈ માધવાણી નોબત પરિવાર અને અમીબેન ગજ્જર (અમૃતા ગોરેચા) જામનગર મહાનગરપાલિકામાંથી હાજર રહેલા ભાગ લેનાર દરેક દીકરીઓને ચેતનાબેન મિશ્રાણી જુનાગઢવાળા તરફથી ઇનામ આપવામાં આવેલ.
તથા અમીબેન તરફથી પણ દીકરીઓને ઇનામો આપવામાં આવેલ, ઓલ ઓવરમાં પ્રથમ આવનાર માટે સંસ્થાના ટ્રસ્ટી દામોદરભાઈ તન્ના તરફથી રોકડાનું ઇનામ આપવામાં આવેલું. ધોરણ નવ માંથી પ્રથમ નંબરે શ્રેયાંસી મજીઠીયા (પેન સ્ટેન્ડ) ધોરણ 10 માં પ્રથમ નંબરે દિયા હિંડોચા (પક્ષી માટેનું પાણીયારું) ધોરણ 11 માં પ્રથમ નંબર શ્રેયાંશી કાનાબાર (વોલ હેંગિંગ) ધોરણ 12 માં પ્રથમ નંબર જાનવી ગંધા (ફોટો ફ્રેમ) એફ.વાય. માં પ્રથમ નંબર ભૂમિ જોલાઈ (તોરણ) એસ.વાય. માં પ્રથમ નંબર આરતી પાઉ (હેન્ડ બેગ) ટી.વાય. માં પ્રથમ નંબર કોટેચા પ્રિયંકા (મુખવાસ બોક્સ) માસ્ટર ડિગ્રીમાં પ્રથમ નંબર કૃતિ વિઠલાણી (શોપીસ). ઓલ ઓલ વરમાં પ્રથમ નંબર ભાયાણી પલક (ઠાકોરજી માટેનો જુલો) બનાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના હેડ રેકટર ભાવનાબેન પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું.