શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.રાજ્ય સરકાર શ્રી અને કેન્દ્ર સરકાર શ્રી નાં સ્વચ્છતા પખવાડિયા ને ખરા અર્થ મા સાર્થક કરવા પાલનપુર એસ.ટી નાં વિભાગીય નિયામક સાહેબ શ્રી કિરીટભાઇ ચોધરી સાહેબ નાં સીધા માર્ગદર્શન આ સતત સહયોગ થકી અંબાજી એસ.ટી ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ તથા ટીમ અંબાજી એસ.ટી દ્વારા સતત સ્વચ્છતા બાબત કાર્યક્રમો અને અલગ અલગ સહયોગ થકી અંબાજી ડેપો અને બસ સ્ટેશન ખાતે સઘન સફાઈ કરવામાં એવી રહેલ છે અને સફાઈ જાગૃતિ નાં પણ કાર્યક્રમો સતત ચાલી રહેલ છે.
આજ કાર્યક્રમ નાં ભાગરૂપે આજ તો અંબાજી એ.ટી ડેપો ખાતે અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નાં સહયોગ થકી આચાર્ય શ્રી શંકરભાઈ અને NSS પ્રાધ્યાપક શ્રી અને NSS નાં વિદ્યાર્થીઓ નાં સહયોગ થકી આજરોજ અંબાજી બસ સ્ટેશન ખાતે એક સઘન સફાઈ નો કાર્યક્રમ યોજાયો જેમાં 50 જેટલા NSS વિદ્યાર્થીઓ એ શ્રમદાન કરી ડેપો નાને સ્ટેન્ડ ને એકદમ સુંદર સાફ કરી દીધું
એટલુજ નહિ આ કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દે એમ બા સ્ટેશન ખાતે અંબાજી ડેપોના કર્મચારી શ્રી અરવિંદભાઈ ભાભી અને એમની ટીમ દ્વાર જોતાજ ગમી જાય અને સફાઈ બાબત જાગૃતિ ફેલાવી જાય એવા સુંદર ભીંત ચિત્રો બનાવી બસ સ્ટેશન ને ચાર ચાંદ લગાવી દીધા અને આ સ્વચ્છતા પખવાડિયા નાં આ કાર્યક્રમ સાથો સાથ અંબાજી ગામ માં પણ સફાઈ બાબત ની જન જાગૃતિ ફેલાય એ હેતુસર NsS નાં વિદ્યાર્થી મિત્રો અને અંબાજી ડેપો ની ટીમ.દ્વારા સફાઈ રેલી યોજી જે આખા અંબાજી ગામ માં સૂત્રોચાર કરી સફાઈ બાબત જન જાગૃતિ નો એક અનેરો અને નવીન કાર્યક્રમ કરી કાર્યક્રમ ને સાર્થક બનાવ્યો
અંબાજી પ્રહલાદ પૂજારી