શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે રાજ્ય સરકાર હસ્તકનુ કુંભારિયા વિસ્તારમાં આધ્યશક્તિ હોસ્પીટલ આવેલુ છે.
10 ઓક્ટોમ્બર ના રોજ અંબાજી ખાતે આદ્ય શક્તિ હોસ્પિટલ ખાતે મેગા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.ગુજરાત સરકાર ની વિવિધ યોજના જનજન સુધી છેવાડાના માનવી સુધી પહોચે તે માટે આરોગ્ય મેળા અને મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે.
તા.૧૦/૧૦/૨૦૨૩ ના આધશકિત જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે જી.સી.એસ હોસ્પિટલ દ્વારા સુપર સ્પેસાલીસ્ટ ડોક્ટરોના કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મગજના રોગો, કિડનીના રોગો, હાડકાના રોગો, પેટના રોગો હદયના રોગોના નિષ્ણાત 85 જેટલા દર્દીઓને તપાસીને સારવાર કરવામાં આવી હતી.
તેમજ વધુમાં આજે PMJY યોજના હેઠળ ટોટલ ૪ દર્દીઓના ઓપરેશન કરવામાં આવેલ હતા .જેમાં ડૉ.મનસુખ પટેલ દ્વારા ૩ સર્જીકલ જેમાં સારણગાંઠ Appendix અને ડાયબીટીસ્ટ ફૂટ ના તેમજ હાડકાના ઓપરેશન ડૉ. નેહાલ બારોટ કરવામાં આવેલ હતા. તેમાં આ ૪ દર્દીઓને અનેસ્થેસિયા આપવાની કામગીરી ડૉ. વાય.કે.મકવાણા અધિક્ષક દ્વારા કરવામા આવી હતી.આજે ટોટલ ૫૨૪ દર્દીઓએ ઓપીડી હોસ્પિટલ માં સારવાર લીધી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી