શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.બે દીવસ બાદ આસો નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ પ્રથમ દિવસે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે નવ યુવક પ્રગતી મંડળ દ્વારા પણ 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બનાસકાંઠા દ્વારા નવરાત્રિ શક્તિ પર્વ પ્રસંગે અંબાજીમાં એક દિવસીય નવરાત્રિ ઉત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી આગામી તારીખ: ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ સુપ્રસિધ્ધ કલાકાર શ્રી પાયલ વખારીયા (ટીમ સાથે) અને શ્રી કમલેશ બારોટ દ્વારા શ્રી અંબાજી મંદિર પરીસર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ- ગરબાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામા આવનાર છે.
આ સુપ્રસિધ્ધ કલાકારો પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે. તેથી માઈભકતોએ આ રાસ- ગરબાનો બહોળી સંખ્યામાં લાભ લેવા બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.
અહેવાલ અંબાજી પ્રહલાદ પૂજારી