યાત્રાધામ અંબાજી મંદિર ખાતે પ્રથમ નોરતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે અંબાજી મંદિરમાં શાસ્ત્રોકત વિધિ વિધાનથી ઘટ સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં નેપાળ અને અમેરિકાથી પણ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
On Chaitri Navratri Ambaji Temple Is Lit Up With Colorful Lights
અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે વહેલી સવારે સાત વાગે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સવારે 9,15 થી સુધી અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવી હતી કોટેશ્વર ખાતેથી સરસ્વતી નદીનું જળ લાવીને ઘટ સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં પ્રથમ નોરતે ભક્તો દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં પણ રાત્રિના સમયે પરિસર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું.
On Chaitri Navratri Ambaji Temple Is Lit Up With Colorful Lights
અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું.ઇન્ટેલિજન્ટ લાઇટો દ્રારા સુશોભિત કરવામાં આવ્યું.લેઝર શાર્પી કલર ફૂલ લાઇટ થી નવરાત્રી પર્વમાં મંદીર સુંદર જોવા મળ્યું.અંબાજી મંદિર ખાતે કુલ 4 પોલ ચાચર ચોક મા લગાવવામાં આવ્યા.મંદીર શિખર પાસે પણ 8 પોલ લગાવવામાં આવ્યા.નવરાત્રી પર્વમાં રાત્રી દરમ્યાન મંદીર સુંદર જોવા મળ્યું.જલારામ સ્ટેજ ક્રાફટ દ્વારા લાઈટિંગ લગાવવામાં આવી.
On Chaitri Navratri Ambaji Temple Is Lit Up With Colorful Lights
અંબાજી પ્રહલાદ પૂજારી