શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.ગુજરાતનું શક્તિપીઠ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે.
લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થતા સતત ત્રીજા વર્ષે દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા માતાજીના માનસરોવર કુંડ પાસે આવેલી જેકોરબા ધર્મશાળાથી ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.
જેમા બનાસકાંઠા જિલ્લાના પત્રકારો પણ જોડાયા હતા. જેમાં સર્વે પત્રકાર ભાઈઓ માતાજીની ધજા સાથે બોલમારી અંબે, જય જય અંબે ના જય ઘોષ સાથે માઁ અંબાના ચાચર ચોક ખાતે ગરબા રમી માં અંબાની ભક્તિમાં ઝુમતા નજરે પડ્યા હતા માતાજીના ચરણોમાં ધજા અર્પણ કરી માતાજીના શિખરે ચઢાવવામાં આવી હતી
માતાજીના મંદિરે છેલ્લા ત્રણ વર્ષથી ભાદરવી પૂનમ મહા મેળો નિર્વિઘ્ને સંપન્ન થતા ત્રીજી વાર દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા અંબાજી મંદિરે અંબાની ધજા ચઢાવામાં આવી હતી જેમાં ધજા સાથે દાંતા સ્ટેટના નવીન મહારાજા રિધ્ધિરાજસિંહ પરમાર પણ જોડાયા હતા તેમનું દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર એસોસિએશન પ્રમુખ દ્વારા માતાજીના ખેસ દ્વારા મહારાજા નું સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમ દરમિયાન પત્રકારો ભાઈઓ માઁ અંબાની ભક્તિના રંગે રંગાયા હતા. સાંજે પત્રકારો માટે જેકોરબા ધરમશાળામાં ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. ખૂબ જ ટૂંકા ગાળામાં આ એસોસિએશન દાંતા તાલુકાનું સૌથી મોટું એસોસિએશન બની ગયેલ છે. આ એસોસિએશનમાં સિલેક્ટેડ અને નામના ધરાવતા પત્રકારોની વર્ણી કરવામાં આવી છે.