Latest

રોડના નિર્માણ કાર્યથી કામરેજ સહિત આસપાસના વિસ્તારોના રહીશોના જીવનસ્તરને ઊંચું લાવશે અને સુવિધાઓમાં વધારો કરશે : શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા

આજરોજ સુરત મહાનગર અને સુડા હદ વિસ્તારમાં સમાવિષ્ટ વાલક પાટીયાથી સ્વામિનારાયણ મિશનથી વાવ ગામ નેશનલ હાઈ-વે સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અંદાજે 16 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ અને રોડના કાર્યના નિર્માણ કાર્યથી કામરેજ સહિત આસપાસના વિસ્તારોના રહીશોના જીવનસ્તરને ઊંચું લાવશે અને સુવિધામાં વધારો કરશે.

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં રાજ્યમાં અંત્યોદય સુધી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જનસુવિધાના કાર્યોની સુગંધ પહોંચે તે રીતે અવિરતપણે આયોજનબદ્ધ કામો કરવામાં આવી રહ્યા છે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, કોર્પોરેટર, સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *