એકતા નગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજએ ટેન્ટ સિટી-૨, એકતાનગર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો.
૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિ-સમિટ તરીકે આયોજિત આ કોન્ફરન્સમાં શિક્ષણક્ષેત્રને વધુ સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા વિશ્વવિદ્યાલયના કુલપતિઓ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, તજજ્ઞો એક મંચ પર સામૂહિક વિચાર મંથન કરશે, જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ ધડાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે.
આ શુભારંભ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, વેસ્ટર્ન ઝોનની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરઓ-રજીસ્ટારઓ, શિક્ષણ નિષ્ણાંતો અને અધ્યાપકો સહિત આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.