ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા – આંબલા ખાતે ભાવનગર જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ – ૨૦૨૩ – ૨૪ માં પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ ” માતૃભાષાના માધ્યમ થી અંગ્રેજી શિક્ષણ” ઈનોવેશન રજૂ કર્યું.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – સિદસર આયોજિત જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ – ૨૦૨૩ – ૨૪ માં ગારિયાધાર તાલુકાની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ ” માતૃભાષાના માધ્યમ થી અંગ્રેજી શિક્ષણ” રજૂ કર્યું હતું.
બાળકોમાં અંગ્રેજી ભાષા પ્રત્યે નો ડર અને અરૂચી દુર થાય તથા બાળકો નો આત્મ વિશ્વાસ વધે અને બાળકો સરળતાથી અંગ્રેજી ભાષા ને સમજતા થાય તે માટે પ્રવૃતિ દ્વારા માતૃભાષાના માધ્યમ થી અંગ્રેજી શિક્ષણ આપવાનો ઉમદા વિચાર ઈનોવેશન રૂપે પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ રજૂ કર્યો હતો.
- તા. ૬/૧૧/૨૦૨૩ થી તા. ૮/૧૧/૨૦૨૩ ત્રણ દિવસ ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા – આંબલા નાં પવિત્ર પરિસરમાં ભાવનગર જિલ્લા કક્ષા ઈનોવેશન ફેસ્ટીવલ – ૨૦૨૩ – ૨૪ નું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્ય માનનીય હિરેનભાઇ ભટ્ટ સાહેબ ના માર્ગદર્શન નીચે શ્રી હેમાંગભાઈ વાઘેલા સાહેબ તથા સમગ્ર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પરિવાર દ્વારા ઈનોવેશન ફેસ્ટીવલ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઈનોવેશન ફેસ્ટીવલ મા ભાગ લેવા બદલ પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.