શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ રોશનીથી ઝગમગી રહયો છે, ત્યારે શક્તિપીઠ અંબાજી પણ દિવાળીના પર્વમા ઝગમગતું જોવા મળી રહ્યું છે.
અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી શક્તિપીઠ ખાતે ભાદરવી મહાકુંભ વખતે પણ અંબાજી ધામને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યું હતું.
ત્યારબાદ નવરાત્રી પર્વમા પણ અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું હતુ,ત્યારે હવે દિવાળી પર્વમાં પણ અંબાજી ખાતે 15 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજીના ગબ્બર જવાના માર્ગ પર શક્તિ ચોક ને પણ રંગબેરંગી રોશની અને એલઇડી સ્ક્રીનથી ચમકાવવામાં આવ્યું હતું. જેમાં શુભ દિપાવલી અને હેપી દિવાલીનો મેસેજ મુકવામાં આવ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી