શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમા દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ મા લાઈટિંગ જોવા મળી રહી છે ત્યારે અંબાજી આદ્ય શક્તિ હોસ્પિટલ ખાતે પણ લાઈટિંગ જોવા મળી રહી છે.
આજરોજ આધશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી સંચાલિત આઈ.સી.ટી.સી અને સ્વ. કંકુબેન વસંતલાલ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોથી અને બનાસ એન.પી.પ્લસ ( એચ.આઈ.વી પોઝિટિવ લોકોનું જિલ્લા સંગઠન)ના પ્રયાસોથી અંબાજી અને અંબાજી આસપાસ ના
એચ.આઇ.વી પોઝિટિવ તેમજ હોસ્પીટલ મા દાખલ દર્દીઓને દિવાળી નિમિત્તે દાતા શ્રી પ્રકાશભાઈ ભાટી તેમજ હોસ્પીટલ ના સમગ્ર સ્ટાફ તરફથી ,બનાસ એન.પી.પ્લસ પ્રોગ્રામ માંથી મફાજી
અરૂણાબેનનાઈ,નાનયાભાઈ ડુંગાઇસા અને અંબાજીના કાઉન્સેલર પ્રવીણભાઈ પ્રજાપતી એ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ અને દરેક પેશન્ટને દાતાના અને હોસ્પીટલ ના સ્ટાફના હસ્તે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી કુલ 50 પેશન્ટોને મીઠાઈ વિતરણ કરવામાં આવી.
સમગ્ર હોસ્પીટલ અને આઈ.સી.ટી.સી વિભાગ તરફથી તેમજ એન.પી.પ્લસ અને દ્વારા દાતાશ્રીઓ આભાર માનવામાં આવ્યો. અંબાજી હોસ્પિટલના સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી