કથા શ્રવણ કરવાનો લાભ રાજકીય આગેવાનો ,સામાજિક આગેવાનો અને અધિકારીઓ પણ ભક્તિ ભાવપૂર્વક જોડાયા
વલ્લભીપુર માં સર્વ જ્ઞાતિના પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના 3 દિવસે લોકો ભાગવત સપ્તાહ માં કથા વક્તા દિપાલી દીદી એ વલભીપુર ગ્રામજનોને ભાગવતનું રસપાન ખૂબ સુંદર મજાનું કરાવતા લોકો બહોળી સંખ્યામાં લોકો રાસ ગરબા લઈને ઝૂમી ઉઠ્યા હતા અને ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત સંત બાવળીયારી ઠાકર દ્વારા ઉપસ્થીત મહેમાનો આત્મારામભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મિનિસ્ટર. સુરેશભાઈ લખાણી ભોજપરા મારુતિ ઈમ્પેક્સ. રોહિત ભાઈ બલર નીલકંઠ ગ્રુપ. રમેશભાઈ ભગવાનભાઈ ડોબરીયા. સતિષભાઈ ભૂંગળીયા.
મોહિતભાઈ કળથીયા. નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કામ્બડ. વલભીપુર ચીફ ઓફિસર ગોહિલ સાહેબ. બારડ શંભુભાઈ નિયામક શ્રી ગાંધીનગર. મોક્ષ ધામના સ્વપ્ન દ્રષ્ટા જીવરાજ દાદા. તમામ દાતાઓને મહેમાનોને વક્તા દિપાલી દીદીના હસ્તે દ્વારકાધીશનો ખેસ પહેરવામાં આવ્યો હતો. અને તમામ મહેમાનોએ દાતાશ્રીઓએ સંતોએ શ્રીમદ ભાગવતની આરતીમાં સાથે જોડાયા હતા
વલ્લભીપુર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં સમરસતાનોભાવ જોવા મળ્યો વાલ્મિકી સમાજ ના લોકો એ આજે વલ્લભીપુર ભાગવત સપ્તાહ માં આરતી ઉતારી હતી મોક્ષ ધામના વિકાસ અર્થે સંત શ્રી રોહીદાસ ચમાર સમાજનાં લોકો એ મોક્ષ ધામ વિકાસ અર્થે 55555 પંચાવન હજાર પાંશો પંચાવન નું અનુદાન આપવામાં આવ્યું હતું આજે
આવતીકાલે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે તમામ ધર્મ પ્રેમી જનતાને કૃષ્ણ જન્મોત્સવમાં ઉપસ્થિત રહેવા મોક્ષ ધામ સમિતિ હાર્દિક આમંત્રણ પાઠવે છે
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર