Breaking NewsCrimeGujarat

ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૧૫/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ..બાબુભાઇ હરકટ તથા પો.કો. વિશ્વજીતસિંહ ઝાલાને સંયુકત રીતે બાતમી મળેલ કે, ભાવનગર, ગુરુદ્વારાના મંદિર સામે રોડ ઉપર એક માણસ કાળા-ભુરા કલરનું બજાજ કંપનીનુ સી.ટી-૧૦૦ મો.સા. આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ લઇને શંકાસ્પદ મોટર સાયકલ લઇને ઉભો છે.જે માણસ મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના મોટર સાયકલ સાથે નીચે મુજબના માણસ હાજર મળી આવેલ.જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં તેણે આ મોટર સાયકલ આજથી છ-સાત દિવસ ભાવનગર લાલ દવાખાના પાછળ પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમ ઉગાભાઇ ભીખાભાઇ ભાદરકા ઉ.૪૫ ધંધો-ખેતી રહે.બોડકી તા.તળાજા,ભાવનગર

આ કામગીરી દરમીયાન કબ્જે કરેલ મુદ્દામાલ કાળા-ભુરા કલરનું બજાજ કંપનીનુ CT-100 નંબર પ્લેટ વગરનું ચેસીસ નંબર- ૨૪૬૮૨ તથા એન્જીન નંબર-૩૦૧૯૭ વાળું મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-

શોધી કાઢેલ ગુન્હો નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩ ૦૭૯૧/ ૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,તથા સ્ટાફનાં બાબુભાઇ હરકટ,વિશ્વજીતસિંહ ઝાલા,પાર્થભાઇ ધોળકીયા,એજાઝખાન પઠાણ તથા નેત્રમ કંકમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 367

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *