Latest

વિકસિત ભારત સંકલ્પ યાત્રા( VBSY )અંતર્ગત આંબા મહુડા અને પોશીના ખાતે કાર્યક્રમ યોજાયો……

કાર્યક્રમ માં જિલ્લા કલેકટર, ધારાસભ્ય સહિત સરકારી અધિકારીઓ હાજર રહ્યા….

VBSY અંતર્ગત થયેલ કાર્યો ની સમીક્ષા અને સન્માન કરાયું…..

આજ રોજ પોશીના તાલુકા ના પોશીના ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં અગ્ર સચિવશ્રી આદિજાતિ વિકાસ વિભાગ ના ર્ડા. મુરલી ક્રિષ્ના સાહેબ, કલેક્ટરશ્રી સાબરકાંઠા, પૂર્વ ધારા સભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, પ્રાંત અધિકારીશ્રી તથા પોશીનાના પ્રમુખ શ્રી, જિલ્લા/ તાલુકા  પંચાયત સદસ્યશ્રીઓ, પ્રોગ્રામ માં હાજર રહ્યા

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ( VBSY) અંતર્ગત ગુજરાત ના વિવિધ ગામડાઓ અને વિસ્તારો માં થયેલ કાર્યો,સરકાર શ્રી ની જાહેર જનતા માટે બહાર પાડેલ યોજનાઓ અને કામગીરી , યોજનાઓ નો લાભ લીધેલ વ્યક્તિઓ નો સન્માન કાર્યક્રમ ચાલી રહેલ છે.

જે અંતર્ગત આજ રોજ પોશિના તાલુકા  ખાતે VBSY સમીક્ષા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પોશીનાં ના ૫૨૦  અને આંબા મહુડા ના ૩૦૦  એમ બન્ને ગામ ના થઈ કુલ ૮૨૦ લોકો એ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી.કાર્યક્રમ માં ૫૪૦ પુરુષ અને ૨૮૦ સ્ત્રીઓએ હાજરી આપી હતી.કાર્યક્રમ માં પોષીના અને આંબા મહુડા ની ગ્રામ પંચાયત કચેરી ના અધિકારીઓ સાથે સાબરકાંઠા  જિલ્લા કલેકટર, પૂર્વ ધારાસભ્ય સહિત ના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ માં લોકોહિત માટે સરકાર દ્વારા બહાર પાડેલ સ્વાસ્થ્ય યોજના અંતર્ગત ના આયુષ્માન કાર્ડ બનાવવા તેમજ વિતરણ , સિકલ સેલ , ટી.બી.જેવા રોગ થી પીડાતા લોકો નું ચેકીંગ, હેલ્થ કેમ્પ, મહિલાઓ, વિદ્યાર્થીઓ ,ખેલાડીઓ, લોક કલાકારો વગેરે નું સન્માન કરાયું હતું.

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *