Latest

આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લાના નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના પોલીસ ઇન્સપેક્ટરશ્રી સી.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા સ્વાશ્રયી મહિલા સેવા સંઘ, આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ASI મુસ્તકીમ મલેક દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં ઉપરાંત સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટી.રા.એ.આઈ. ના અધિકારીશ્રી ચાંડક, શ્રી ગર્ગ, શ્રી અમીત પ્રકાશ તથા જિઓ, વોડાફોન-આઈડિયા, એરટેલ, અને બી.એસ.એન.એલ.ના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા સેવા સંઘના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *