Other

વિકસિત ભારત સંકલ્પ યાત્રા, નર્મદા જિલ્લો

નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી મોટી આરોગ્યની યોજના બનાવી કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાતિ-ધર્મના ભેદભાવ વગર આજે સૌને લાભ મળે છે, પ્રત્યેક વ્યક્તિ-સમાજના સન્માન સાથે ‘એક ભારત શ્રેષ્ડ ભારત’નું સ્વપ્ન સાકાર થયું છે :- મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

રાજપીપલા, ગુરૂવાર :- વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા ગુરૂવારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ગુજરાત સરકારના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી

કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ગામમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથ દ્વારા સરકારશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી ફ્લેગશીપ વિકાસલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ અને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ વેળાંએ નાંદોદના ધારા સભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ સહિત ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ સાથે શપથ પણ લીધા હતા.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે,  આપણા સિસોદ્રા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રીશ્રી મોદીની ગેરંટી વાળી ગાડી રથ રાજ્યના ગામે ગામ કેન્દ્ર-રાજ્ય સરકારે કરેલ કામગીરીની ઝાંખી દર્શાવવામાં આવે છે ડીજીટલ માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ પ્રસરાવી રહી છે અને એક પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે તેવી કામગીરી આપણે સૌએ સાથે મળીનેકરવાની છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન દ્રષ્ટિ અને ગરીબો પ્રત્યે સંવેદના સાથે કામ કરવાની પહેલ દરેક ઘર સુધી ઝૂંપડી સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવાનું ભગીરથ કામ આ રથના માધ્યમથી  કરે છે.

ગરીબ પરિવારમાં માણસ બિમાર પડે ત્યારે, કુટુંબ પર આભ ફાટે છે ત્યારે શું કરશું ઝૂંપડામાં રહેતા માણસો માંડ ૨૦૦૦-૨૫૦૦ રૂપિયા કાઢી શકે, ગરીબો પાસે બીજું કઇજ હોતુ નથી. શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સી.એમ હતા ત્યારે માં અમૃતમ કાર્ડ કાઢવામાં આવ્યું હતું જ્યાં કરોડપતિ માણસ હોસ્પિટલમાં સારવાર કરે ત્યાં જ તેના જેવી જ રૂપિયા દશ લાખ સુધીની સારવાર થાય આ મોદી સરકારની સંવેદના છે,

એક  પણ માણસ દવા વગર પૈસા વગર મરવો ન જોઇએ દેશમાં સૌથી મોટી આરોગ્યની યોજના બનાવી કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાતિ ધર્મના ભેદભાવ વગર આ યોજનાનો લાભ આજે સૌને મળે છે, પ્રત્યેક વ્યક્તિનું સમાજનું સન્માન થઇ રહ્યું છે એક ભારત શ્રેષ્ડ ભારતનું સ્વપનું સાકાર થયું છે.

ગરીબ લોકોને ગેસ સિલિન્ડર મળે ઉજ્જવલા યોજના ઘર સુધી ઝૂંપડા સુધી પહોંચે કરોડોની સંખ્યામાં લોકોને લાભ આપ્યો છે પહેલા બેંકમાં જવું ખાતું ખોલવું તે ગરીબ માણસ માટે અઘરુ અને અશક્ય હતું ગરીબ લોકોને માનવામાંજ  ન આવતું કે બેન્કમાં અમારૂં ખાતુ ખુલે આજે ૩૦ કરોડ ઉપરના લોકોને ડાયરેક્ટ બેનીફિટ ખાતામાં લોકોને લાભ મળે છે રૂપિયા જમાં થાય જનધન યોજના લાવ્યા વિશ્વકર્મા યોજના બનાવી ૧૦,૨૦ હજાર રૂપિયા ગરીબોને મળે છે

પહેલાના સમયમાં શાહુકારો દેવાદાર  બનાવી વ્યાજ ખોરો લોકોને લૂટતા ગરીબોની ઝૂંપડીએ ઉઘરાણી કરવા જતાં. આ હવે બંધ થયું છે. આ બધુ પ્રધાનમંત્રીશ્રીની  આગેવાનીમાં સરળ થયું છે પ્રાકૃતિક ખેતી, બાળકોનું રસીકરણ, આંગણવાડીની બહેનો ઘરે ધરે જઇને રસીકરણ કરે છે. કન્યા કેળવણી અભિયાન થકી ગરીબની ઝૂપડીમાં જઇને દિકરીની આંગળી પકડીને સો ટકા નામાંકન રાજ્યમાં થઇ રહ્યું છે જીરો ટકા ડ્રોપ આઉટ રેસીયો હાંસલ કરવાનો નક્કર પ્રયાસ કર્યો છે.

આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના કરોડો લોકો સુધી પહોંચી છે. ૧૫ કરોડ લોકોને લાભાર્થી  બનાવી  લાભ આપ્યો છે. આ અમારી સરકારની સંવેદના છે આપણે પણ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ભગીરથ પ્રયાસ કર્યો, ગામમાં સદભાવ બને તેવો પ્રયાસ, સરકારની વિવિધ કચેરી દ્રારા યોજનાના સ્ટોલ, માહિતી અહીં આપી છે.

ગામનો કોઈ વ્યક્તિ આરોગ્ય કાર્ડથી વંચિત રહે નહી, ગામના દરેક લોકો અહી મુલાકાત લે ગામ લોકો માંદગી સમયે લોકોને ગામમાં મદદ કરી કરીને કેટલી કરીએ ૫૦ હજાર કરીએ પણ બીજો ખર્ચો થાય તેનું શું કરીએ સરકાર સંવેદના સાથે આગળ વધી રહી છે

ત્યારે સ્કોલરશીપ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના કારીગરો માટે વિશ્વકર્મા યોજના સરકારે બનાવી છે. તેનો લાભ લે કોઈ વંચિત ન રહે સૌ આયુષ્યમાન કાર્ડ કઢાવી ચિંતા મુક્ત બને તેવી અપીલ કરૂ  છું સાથે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, કોઇને બિમાર ન પડવા દે, પણ આપણે આ યોજના થકી આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવવાનું  છે આરોગ્ય વિભાગ તમારી સેવામાં હાજર છે.

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વના નકશામાં આજે છવાઈ ગયું છે ત્યારે પહેલા આપણે કલ્પના પણ ન કરી હતી કે, આટલું મોટુ પ્રવાસન સ્થળ બનશે આજે લોકોને ઘર આંગણે રોજગારી મળે છે દરેક કાર્યકર્તા, સમાજ, અગ્રણીઓ સરકાર તમારે દ્વાર આવી છે

સૌ આગળ આવે પ્રધાનમંત્રી આવાસ યોજના મુદ્રા યોજના, નલ સે જલ યોજના, કિસાન સન્માન નિધિ, ડ્રોન નેનો ટેક્નોલોજી દ્વારા ખાતર દોવાનો છંટકાવ જેવી પ્રજા કલ્યાણની જાણ કારી માહિતી આ રથ સંકલ્પ યાત્રા રથ થકી મળી રહી છે. નર્મદા વહિવટી તંત્ર અને જિલ્લાના અધિકારી-કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું. સાથે અપીલ કરૂં છું કે બાકી રહેલા લાભાર્થીઓની નોંધણી થાય અને સો ટકા ચેચ્યુરેશન થાય તે બાબતે ભાર મૂક્યો હતો.

 વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૧૫ દિવસ પૂર્ણ થવાના અવસરે દિલ્હી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ રાજ્યોના લાભાર્થી નાગરિકો સાથે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. સિસોદરા ગામે ઉપસ્થિત સૌ નાગરિકોએ વડાપ્રધાનશ્રીના જીવંત કાર્યક્રમને ઓનલાઈન માધ્યમથી નિહાળ્યો હતો.

સાથે ગામના આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી, શૌચાલય યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો તેમજ વિવિધ ક્ષેત્રમાં ૧૦૦ ટકા કામગીરી કરનારા, શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગામની મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલું “ધરતી કરે પુકાર-વસુધૈવ કુટુંબકમ” નુક્કડ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના સ્થળે સેલ્ફી માટે રખાયેલા સ્ટેન્ડ ખાતે ગામલોકોએ સેલ્ફી ખેંચાવી હતી.

 ગામમાં યાત્રાના આગમન પ્રસંગે કાર્યક્રમ સ્થળે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા નિદર્શન સ્ટોલ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સનું મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પણ નિરિક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેનું મંત્રીશ્રીએ જાત નિરાકણ કરી ગામના ખેડૂતોને આ ટેક્નોલોજીના માધ્યમથી ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ માટે લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી તેમજ દૂધધારા ડેરી ભરૂચના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મેહુલભાઈ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી સરસ્વતીબેન, જિલ્લાના અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલિયા, જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *