પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ઉપરોકત બનાવ સંદર્ભે ડ્રાઇવ સબબ કામગીરી કરવા માટે સખત સુચના આપવામાં આવેલ.
તા.૩૦/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળેલ માહિતી આધારે ભાવનગર,બાલયોગીનગર સામે આવેલ વચ્છરાજ કોલ્ડ્રીકસ નામની દુકાનમાં તથા ભાવનગર,ખેડુતવાસ,બુધ્ધ સર્કલ,મચ્છીબજાર ચોકમાં આવેલ ગીરનારી સોડા સેન્ટર નામની દુકાનમાં રેઇડ કરી આયુર્વેદિક સીરપના નામે વેચાતી અને નડિયાદમાં નશા માટે ઉપયોગમાં લેવાયેલ સીરપની નીચે મુજબની બોટલો કબજે કરી દુકાનદારો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
પકડાયેલ દુકાનદારઃ-
1. હિંમતભાઇ દુલાભાઇ સોલંકી ઉ.વ.૫૨ ધંધો- વેપાર રહે.પ્લોટ નંબર-૩૫,બાલયોગીનગર,ઘોઘા રોડ,ભાવનગર
2. રમેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.૫૦ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૫૫,મચ્છીબજાર ચોક,બુધ્ધ સર્કલ,ખેડુતવાસ,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. નંબર-૧ પાસેથી કાલ મેઘાસવ અસવ-અરીષ્ઠા ૩૭૫ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૫ કિ.રૂ.૭૫૦/-
2. નંબર-૨ પાસેથી ટોર્કયુ અસવ વીથ હર્બલ એકસટ્રેકટસ ૪૦૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૧૦ કિ.રૂ.૧,૫૦૦/- મળી કુલ રૂ.૨,૨૫૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી ભૈપાલસિંહ ચુડાસમા,મજીદભાઇ શમા,સંજયસિંહ ઝાલા,અલ્ફાઝ વોરા