Latest

યુરોપીયન પ્રતિનિધિમંડળ ઘ્વારા ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ ફલડ મેનેજમેન્ટ એસસમેન્ટ અને ફિઝીબીલીટી સ્ટડીઝના સેમિનારમાં સુરતમાં યોજાયો હતો

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

યુરોપીયન પ્રતિનિધિમંડળ ઘ્વારા ન્યુ  દિલ્હી ખાતે યોજાયેલ ફલડ મેનેજમેન્ટ એસસમેન્ટ અને  ફિઝીબીલીટી સ્ટડીઝના સેમિનારમાં સુરત મહાનગરપાલિકાના ડે.મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ ઉપસ્થિત રહયા હતા. સદર કોન્ફરન્સનો હેતુ શહેરોમાં પૂર વ્યવસ્થાપન અને જોખમ મૂલ્યાંકન માટે સુચારૂ અભિયાન પર ચર્ચા  વિચારણા કરવાનો હતો.

આ કોન્ફરન્સમાં સુરત મહાનગરપાલિકા તરફથી માન. ડે. મેયરશ્રી ડો. નરેન્દ્રભાઇ પાટીલે સુરત શહેરમાં પૂરની પરિસ્થિતી  વિશે વ્કતવ્ય આપતા જણાવ્યું કે, સુરત શહેર નોંધપાત્ર પૂરનો સામનો કર્યો છે. સુરત શહેર બે પ્રકારના પુરથી પ્રભાવિત થાય છે. તાપી નદીના ઓવરફલોને કારણે અને વરસાદના ભારે પ્રવાહને કારણે તાપી નદીમાં પૂર આવે છે.

જયારે શહેરમાં ભારે વરસાદ અને દરિયાની ભરતીની અસરને કારણે ખાડી પૂર આવે છે. દરિયાકાંઠાનું ધોવાણ, ખારા પાણીની ઘુસણખોરી, પૂર અને તીવ્ર પવને દરિયાની સપાટીમાં વધારો, તોફાન ઉછાળો અને ચક્રવાત સહિત તોફાનની ઘટનાઓના સંયુકત પ્રભાવના પરિણામો છે. આબોહવા પરિવર્તનની અસરોને કારણે, શહેરમાં વારંવાર ગરમીની અસરનો અનુભવ થઇ રહયો છે.

વર્ષ ર૦૦૬ના પૂર પછી સુરતે તેના વરસાદી પાણી અને ગટરના માળખાને ઓવરઓલ કરવાનું શરૂ કર્યુ. તેણે ૧૯૯૪ના પ્લેગને પગલે શહેરી આરોગ્ય પહેલનો પણ અમલ કરવામાં આવ્યો. સામાન્ય રીતે આબોહવા પરિવર્તનની આસપાસના પડકારો અને ખાસ કરીને પૂરની પરિસ્થિતિને ઘ્યાને લઇ City Resilience Strategy  વિકસાવવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ એકશન પ્લાન્ટ ફોર કલાઇમેન્ટ ચેન્જ, ર૦ર૧ રાજય ઘ્વારા પ્રમોટ કરાયેલ કાર્યકમ UN Sustainable Development Goals (SDGs) ને અનુરૂપ મજબૂત અને આબોહવા-સ્થિતિસ્થાપક ભાવિનું  નિર્માણ કરવાનો હેતુ ધરાવે છે. ર૦૩૦ સુધીમાં સંકલિત આબોહવા અનુકુલન અને શમન આયોજન ની કલ્પના કરવામાં આવી છે.

સુરત કલાઇમેન્ટ ચેન્જ ટ્રસ્ટ (SCCT) અને અર્બન હેલ્થ એન્ડ કલાઇમેટ રેઝિલિયન્સ સેન્ટર (UHCRC) એ શહેરમાં બે મુખ્ય બાબતોનું નેતૃત્વ કર્યુ છે. ગુજરાત સ્ટેટ  ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ર૦ર૦-ર૧ રાજયને આપતિ-પ્રતિરોધક બનાવવાની કલ્પના કરે છે.

જેના માટે ટૂંકાગાળાના પગલાઓ જેવા કે પાળા બાંધવા, સંરક્ષણ  દિવાલ બનાવવી અર્લી વોર્નિંગ સીસ્ટમ સાથે ફલડ ફોરકાસ્ટ ટેકનોલોજી  ડિસીઝન, સ્પોર્ટ  સિસ્ટમ સાથે  લિંક કરી પૂરગ્રસ્ત  વિસ્તારનું ઝોનીંગ કરી અપગ્રેડ કરવું. શહેરમાં ૧૦૦ % સ્ટોમ વોટર નેટવર્ક કવરેજ કરી પાણી ભરાવાના સમયમાં ઘટાડો કરી શકાય છે

. મઘ્યગાળાના પગલાં તરીકે પૂર વ્યવસ્થાપન માટે  વિશેષ સમિતિની રચના કરવી. લાંબાગાળાના પગલાં તરીકે વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે ડ્રેનેજ માસ્ટર પ્લાનનો ઉપયોગ કરવો. સીટી  ડિઝાસ્ટર મેનેજમેન્ટના આયોજન અને પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાસાગરમાં ઉત્પન્ન થતાં ચક્રવાત તથા અવકાશી જોખમોનો નકશો તૈયાર કરવા જણાવ્યું હતું.

સદર કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ કક્ષાએ EU અને IURC એ ભલામણ કરેલા  હિસ્સેદારો, રાષ્ટ્રીય કક્ષાએ અર્બન અફેર્સ મંત્રાલય, નેશનલ  ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, પર્યાવરણ મંત્રાલય, વન અને આબોહવા પરીવર્તન, રાજયકક્ષાએ (જીલ્લા સ્તર સુધી) મ્યુ.કમિશનરશ્રીઓ, સુરત, પોરબંદર, પણજી, કોચી, લેહ, ગંગટોક શહરોના પ્રતિનિધિઓ, જીલ્લા કલેકટર, જીલ્લા ડિઝાસ્ટર એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *