ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં વાંગધ્રા ગામ ખાતે આજે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ અવસરે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે.જેનો ઉદ્દેશ્ય રાજ્યનાં તમામ લોકો સરકારની જનકલ્યાણકારી યોજનાઓનાં લાભોથી વંચિત ન રહી જાય તેના માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે.છેવાડાનાં લોકોનાં હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશિલ રહી છે.સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું કે,તમામ પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બન્યું છે.સરકાર નાગરિકોનાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં માધ્યમથી ઘર આંગણે વિવિધ યોજનાઓનાં લાભો જરૂરિયાતમંદોને આપવામાં આવતા હોવાનું જણાવી રાજ્ય સરકાર પ્રજાલક્ષી યોજનાઓનાં લાભો જનજન સુધી પહોચાડવા કટિબધ્ધ બની છે.
આ અવસરે કલેકટરશ્રી અને મહાનુભાવોનાં હસ્તે વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ઉમરાળા મામલતદારશ્રી પ્રશાંતભાઇ ભીલડી,તાલુકા વિકાસ અધિકારીશ્રી વીણાબેન આલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ,વિસ્તારનાં આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.