Latest

અમદાવાદમાં શ્રી રવિશંકર રાવલ કલાભવનમાં ચિત્રકલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રમેશભાઈ તડવી લોક કળાના અને પૌરાણિક પિથોરા ચિત્ર લીપિના અભ્યાસુ ચિત્રકાર છે. છોટાઉદેપુર અને પંચમહાલનો જીલ્લાનો સાંસ્કૃતિક પિથોરા કલા વારસો ભવ્ય, કલાત્મક અને દિવ્ય છે. આ વિસ્તારના રાઠવા આદિવાસી ઓની જીવનશૈલી, લોક પરંપરા વેશભૂષણનું અવલોકન કરી બળવા અને લખારાઓને મળીને પિથોરા લિપિનું જ્ઞાન મેળવ્યું ગુજરાતની પ્રાચીન લોક કલાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ૧૨,૦૦૦ વર્ષ પુરાણી પિથોરા ચિત્ર લિપિના અનેક સર્જનો કર્યા છે.

પિઠોરા (લિપિ) ના સર્વાંગી અભ્યાસના ચિંતનમાં પ્રવૃત બનેલા રમેશભાઈએ વિરલ અભ્યાસીઓમાં સ્થાન મેળવ્યું છે. કલાકારની શકિત હોવાની સાથે તેમણે આદિવાસી ઓળખ અને તડવી સમાજસંસ્કૃતિ પુસ્તક પણ લખ્યું છે.

સાહિત્યપ્રેમ, સમાજ સેવા આદિની ભાવના અને એક શિક્ષક તરીકેનો ઉત્સાહ તેમને અનેક ચિત્ર સાધકોમાં ઉચ્ચ ગણનાના અધિકારી ઠેરવે છે. રમેશભાઈ સ્વભાવે શાંત એકાંતિક, નિરાભિમાની અને અત્યંત સાદાઈ ચાહનારા સાધક છે.

એમનું નિવાસસ્થાન ‘કલાગૌરી’ કલાપ્રેમીઓનું તિર્થસ્થાન સમુ છે. ઘરના પહેલા માળના વિશાળ ખંડમાં કલા અને સાહિત્યના પુસ્તકોનો વિપુલ ભંડાર, રેખાંકનો અને ચારે તરફ ચિત્રો જ ચિત્રો. ગુજરાતમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પટ્ટી આદિવાસી વસ્તીથી પથરાયેલ છે.

આદિવાસી સ્ત્રીઓ દિવાળી કે લગ્ન પ્રસંગોમાં પોતાના ઘરની દિવાલોને લિપણ કરીને તેના ઉપર ચિત્રો આલેખે છે. એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા તાલુકામાં અને મધ્યપ્રદેશમાં કાઠિવાડાથી લઈને નર્મદા નદી સુધીના વિસ્તારમાં ખાસ કરીને બાબા પિઠોરા ભિતચિત્ર સાંસ્કૃતિક અને સામાજિક પરંપરા જોવા મળે છે. બાબા પિઠોરા ચિત્ર

લિપિમાં રાઠવા સમાજનું આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન સમાયેલું જોવા મળે છે.

રાઠવા સમાજના મુખ્ય દેવ (ભગવાન) બાબા પિઠોરા ગણાય છે. મુખ્યત્વે બાળકની લાંબી કે જીવલેણ બિમારી હોય, ઘરમાં મોટી મોટી મુશ્કેલીઓ આવતી હોય, ખેતીવાડીમાં બરકત ના આવે, રોગચાળા સમયે પોતાના માલઠોરની સુખાકારી માટે અથવા રાજીખુશીથી વગેરે કારણો હોય ત્યારે બડવો(પુજારી) આ દેવની ઘરધણી પાસે માનતા રખાવે છે.

માનતા ફળે ત્યારે ઘરધણી બાધા પુરી કરે છે અને લખારા પાસે પિઠોરા લખાવે છે. છોકરા કે છોકરીની બાધા હોય કે તેના લગ્ન હોય ત્યારે લખારા પાસે પિઠોરા લખાવે છે. છોકરા કે છોકરીની બાધા હોય ત્યારે તેના લગ્ન કરતા પહેલાં અનુકુળતાએ માનતા પૂરી કરે છે

પિઠોરા ચિત્ર લીપી બાર હજાર વર્ષથી પણ પુરાણી ચિત્ર લિપિ છે. આજે રાઠવા સમાજ જુદા જુદા સંપ્રદાયોમાં વહેંચાઈ રહ્યો છે. જેવી વિહોરા લખાવવાની માનતા ઓછી થતી રહી છે. સમયના વહેણમાં કેટલીક લિપિઓ નષ્ટ થઈ ગઈ છે.

હવે આ લિપિના જાણકાર બહુ ઓછા રહ્યા છે. વર્ષો પછી આ વિતલિધિ કૃપ્ત થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ રહી છે. આ પ્રાચિન પિઠોરા લિપિ લુપ્ત ના થઈ જાય તે હેતુ રમેશભાઈ તડવી વિવિધ વિસ્તારની પિઠોરા વિત્ર લિપિને કેનવાસ અને કાગળ ઉપર લખીને

આ ચિત્રલિપિ ભવિષ્યમાં જીવંત રહે તે હેતુ પિઠોરા ચિત્ર લિપિનો પ્રચાર પ્રસાર કરી તેનું શિક્ષણ આપી તેના સંવર્ધનનું કાર્ય કરી રહ્યા છે.તેમની આ કલાને બિરદાવી અનેક સંસ્થાઓએ એવોર્ડ, સન્માનપત્ર આપી સન્માનિત કર્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *