bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર-૦૨ને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૧૦/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,ગ્રે કલરનો ડિઝાઇનવાળો શર્ટ તથા ગ્રે કલર જેવું જીન્સ પેન્ટ પહેરેલ તથા તેની સાથે લીલા કલરનું આખી બાયનું ટીશર્ટ તથા સફેદ કલર જેવું જીન્સનું પેન્ટ પહેરેલ બંને માણસો સફેદ કલરનું રજી.નંબર-GJ-04-CP 1442 મોટર સાયકલ લઇને પ્લોટ ગેટ ચોકી પાસે આવેલ જાહેર શૌચાલય પાસે રોડ ઉપર ઉભા છે.તેઓ પાસે રહેલ મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર-૦૨ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ.જે મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જે મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોબાઇલ ફોન/મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં તેઓએ નીચે મુજબના મોટર સાયકલમાં જઇને પંદરેક દિવસ પહેલાં રાતના સાડા નવથી પોણા દસ વાગ્યાની આસપાસ ફુલવાડી,એસ.બી.આઇ. ટ્રેનીંગ સેન્ટર પાસે રોડ ઉપર ચાલતાં-ચાલતાં મોબાઇલ ફોનમાં વાત કરતાં એક દાદા પાસેથી ચાલુ મોટર સાયકલ ઉપર આંચકી લઇ લીધેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ- કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર-૦૨
કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. આછા લીલા કલરનું કવર ચડાવેલ વન પ્લસ કંપનીનો મોડલ-NE2211 IMEI નંબર-868368052201359/868368052201342વાળો મોબાઇલ ફોન કિ.રૂ.૬૫,૦૦૦/-
2. સફેદ કલરનું બજાજ કંપનીના વિક્રાંત મોટર સાયકલ રજી.નંબર- GJ-04-CP 1442 કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૯૦,૦૦૦/- નો મુદ્દામાલ
શોધી કાઢેલ ગુન્હોઃ- નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૮૩૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯(એ) ૩, ૧૧૪ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા,પ્રજ્ઞેશભાઇ પંડયા,નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *