Latest

જામનગરમાં રક્તદાન કરવા સાથે લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા ૨૨મો સમૂહલગ્નોત્સવ યોજવામાં આવ્યો

જામનગર, સંજીવ રાજપૂત: લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ – જામનગર તથા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિ -જામનગરના સંયુક્ત ઉપક્રમે ૨૨મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન, જામનગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ દિવસે બ્લડડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુજેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું તથા હાડકાનું કેલ્શિયમ માપવાનો કેમ્પ રાખેલો જેનો સૌ કોઈએ લાભ લીધો હતો.

સમૂહલગ્નોત્સવ પૂર્વે તા.૩૦-૧૧-૨૦૨૩ ના ગુરૂવારે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન આ પાવન ભૂમિ પર થયું જેનો લાભ ૫૫ દંપતીઓએ લીધો હતો. લગ્ન હિન્દુ શાસ્ત્રોક વિધિથી કરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે યોજાયેલ સ્ટેજ કાર્યક્રમની શરૂઆત વિભાપર શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓએ રજુ કરેલ ગણેશ વંદનાથી થઈ. આ બાળાઓ દ્વારા અલગ અલગ ૩ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. પધારેલા મહેમાનો અને સમાજ શ્રેષ્ઠીઓનું ખેસપહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ તથા નવદંપતીઓ ના માતા પિતા નું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

પધારેલા મહેમાનો અને સમાજ અગ્રણીઓ દ્વારા એક દીકરી લગ્ન સહયોગી દાતાઓ અને જ્ઞાતિરત્નોનું તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવી હોય તેવા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૯૦ વર્ષથી ઉપરની ઉમર ના લોકોનું ‘વયવંદના’ સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન માં જોડાયેલા નવદંપતિઓમા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભ્ય હોય તેને એફ.ડી. અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સરકારની યોજના અંતર્ગત દરેક કન્યાને રૂ.૨૪,૦૦૦/-ની સહાયના ફોર્મ ભરી આપવામાં આવ્યા અને સ્થળ ઉપર ટ્રસ્ટનું મેરેજ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આમંત્રિત મહેમાનો અને સમાજ અગ્રણીઓએ સમૂહ લગ્નના દાતાઓ અને સમાજવાડી બાંધકામ ના દાતાઓને બિરદાવ્યા અને આવતા દિવસોમાં સમાજમાંથી કાયમી વધુ ને વધુ સહકાર આપી આવા સારા કાર્યોમાં જોડાવા અને આ સંસ્થાને મદદરૂપ થવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગને સફળ બનાવવા બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *