Latest

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: જાંગિડ બ્રહ્મસમાજની વાડી ખાતે ભક્તિમય માહોલમાં પ્રથમવાર ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું હતું જેમાં શર્મા પરિવાર, સમાજજનો અને મહેમાનો જોડાયા હતા.

નરોડા સ્થિત જાંગિડ બ્રહ્મસમાજની વાડી ખાતે રામકુમાર અર્જુનલાલ શર્મા તથા દયારામ અર્જુનલાલ શર્મા પરિવાર દ્વારા સમસ્ત ખંડેલવાલ પરિવારના સૌજન્યથી ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પરિવારજનો, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય નિમેષ મહારાજના સાનિધ્યમાં સુંદરકાંડનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીની મધુર વાણી અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર કાર્યક્રમ સ્થળ આધ્યાત્મિક માહોલમાં રંગાઈ ગયું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી હનુમાનજીની હનુમાન ચાલીસા તથા વિવિધ ભજનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સુંદરકાંડ પાઠ તથા ભજન-કીર્તનમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ભવાની સિંહજી શેખાવત, પ્રમુખ, અન્ય ભાષાભાષી સેલ, ભાજપ અમદાવાદ, રાજેન્દ્ર પ્રસાદ જાંગિડ, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત અખિલ ભારતીય જાંગિડ બ્રાહ્મણ મહાસભા, જયેશભાઇ પ્રજાપતિ, મ્યુનિસિપલ કાઉન્સિલર, નરોડા સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પરિવાર તરફથી રાજપાલ રામકુમાર શર્મા, સંજય કન્હૈયાલાલ શર્મા, નરેશ રામકુમાર શર્મા અને પંકજ દયારામ શર્મા સહિત પરિવારજનોની ઉપસ્થિતિ રહી હતી.

સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ, સંસ્કાર અને સામાજિક એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. સુંદરકાંડના પઠન અને ભજન-કીર્તનથી સમગ્ર વાડીમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *