આણંદ જિલ્લામાં બે દિવસ દરમિયાન ૨.૪૦ લાખ બાળકોને પોલીયોની રસીના ટીપા પીવડાવાયા
આણંદ, સોમવાર:: રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતા આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના વિવિધ સ્થળોએ પધાધિકારીઓના હસ્તે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને સઘન પલ્સ પોલીયોના ત્રણ દિવસના કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
સઘન પલ્સ પોલીયોના ત્રણ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં ૧૧૪૧ બુથ, ૨૨૮૨ ટીમ, ૫૦૫૮ ટીમસભ્યો અને ૨૪૯ સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૨,૫૦,૨૫૪ બાળકોને રસી પિવડાવવામાં આવશે.
જેમાં પ્રથમ દિવસે કુલ લક્ષ્યાંકના ૮૭.૪૭ ટકા એટલે કે ૨,૧૨,૮૮૫ બાળકોને પોલીયોની રસીના ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના બીજા દિવસે ૨૧,૧૧૭ બાળકોને પોલીયોની રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા હતાં. જેથી પ્રથમ બે દિવસની કામગીરીમાં કુલ લક્ષ્યાંક સામે ૯૫.૯૨ ટકા એટલે કે ૨,૪૦,૦૫૬ બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવી સુરક્ષીત કરાયાં છે.
નોંધનીય છે કે બીજા દિવસ સુધીમાં કુલ ૨,૪૦,૦૫૬ બાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવવામાં આવ્યા છે જેમાં આણંદ તાલુકાના ૭૦૭૯૫ બાળકોનો, આંકલાવ તાલુકાના ૨૧૨૮૩ બાળકોનિ, બોરસદ તાલુકાના ૪૩૮૨૧, ખંભાત તાલુકાના ૩૨૫૫૩, તારાપુર તાલુકાના ૧૦૩૩૯, પેટલાદ તાલુકાના ૨૮૨૭૮, સોજીત્રા તાલુકાના ૮૩૨૯ અને ઉમરેઠ તાલુકાના ૨૪૬૫૮ બાળકોનો સમાવેશ થાય છે.
સઘન પલ્સ પોલીયોના ત્રણ દિવસીય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશાબહેનો/આંગણવાડી બહેનો ત્રણ દિવસ સુધી પોલિયો રસી પીવડાવવાની કામગીરી કરશે. જેમાં તેમના દ્વારા પ્રથમ દિવસે બુથ કામગીરી કરવામાં આવશે જ્યારે બીજા અને ત્રીજા દિવસે બુથ દીઠ બે ટીમ બનાવીને ઘરે-ઘરે ફરીને પોલિયોની રસીથી વંચીત રહ્યા હોય તેવા તમામ બાળકોને પણ પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવશે.
રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ