જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર , જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી,પાલનપુર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી પાલનપુર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ૫૪માં વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2023નું આયોજન પાલનપુર ખાતે ધ સ્કૂલ ઓફ સાયન્સ માં કરવામાં આવ્યું .
જિલ્લા કક્ષાના આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગો પૈકી વિભાગ નંબર 2 માં મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળા અંબાજી શાળાના આચાર્યશ્રી ડિમ્પલબેન એમ રાવલ ના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિક ખોખરીયા પાર્વતીબેન જોવનભાઈ અને સોલંકી ભાવેશભાઈ મનુભાઈ દ્વારા ક્લીન એનર્જી ગ્રીન એનર્જી દ્વારા પર્યાવરણ સંરક્ષણ નો પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવ્યો.જેમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરી પર્યાવરણ સંરક્ષિત કરવાના તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિશ્વ સોલાર બેંક બનાવવાના સપનાને સાકાર કરવાની સંકલ્પના દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
અંબાજી પ્રહલાદ પૂજારી