આજે રાજકોટ,જેતપુર અને જૂનાગઢ ખાતે ABPSS હોદેદારો એ પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરી
ગુજરાતમાં પત્રકાર સુરક્ષા અભિયાન ને વધુ વ્યાપક બનાવવા પર પત્રકારો માં સહમતિ
જૂનાગઢ :: દેશનાં સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાની માંગ સાથે શરૂ કરવામાં આવેલ અભિયાન ને વધુ તેજ બનાવવા માટે આજરોજ 33 જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવેલ છે.
ABPSS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા, એનસી સદસ્ય બાબુલાલ ચૌધરી, મીનહાજ મલિક સહિતનાં હોદેદારો એ રાજકોટ સંગઠન નાં પદાધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે પત્રકાર સુરક્ષા અભિયાન ને આગળ વધાર્યું હતું. આજરોજ રાજકોટ થી પ્રસ્થાન કર્યા બાદ જેતપુર ખાતે જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ નાં હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી
જેમાં જેતપુર પત્રકાર સંઘનાં પ્રમુખ મનોજ પારધી સહિતના હોદેદારો હાજર રહ્યા હતા. જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે બપોર બાદ 4.00 કલાકે પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લાનાં વંથલી, માણાવદર, કેશોદ, ભેંસાણ સહિતનાં તાલુકામાંથી પત્રકાર પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ABPSS નાં જિલ્લા પ્રભારી પ્રકાશ દવે, ઈરફાનશાહ, લક્ષમણ દયાતર, વિવેક મહેતા, ભાર્ગવ ટાંક, કાસમ હોથી, યજ્ઞેશભાઈ, શ્યામ સરકાર, ઇમરાન સર્વદી(ઉપલેટા), દિપક ભાસ્કર (ધોરાજી) ધર્મેન્દ્ર ટાંક સહિત જિલ્લામાંથી અનેક પત્રકારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ABPSS હોદેદારો સાથે સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ નાં વરિષ્ઠ અને લડાયક પત્રકાર વનરાજ ચૌહાણે સાથે ખાસ મીટીંગ કરીને જૂનાગઢ જિલ્લાના પત્રકાર જગત ની તાસીર વિશે ચર્ચા કરી હતી અને ભવનાથ તળેટીમાં કાઠિયાવાડી આતિથ્ય સાથે મહેમાનોએ રાત્રી ભોજન નો આનંદ માણ્યો હતો.