bhavnagarBreaking NewsCrimeGujarat

કાચા હિરા વજન-૦૨ કેરેટ ૯ સેન્ટ તથા મોટર સાયકલ મળી કુલ રૂ.૧,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૧૪/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,બ્લ્યુ કલરનું જીન્સનું જેકેટ પહેરીને કાળા કલરનું બજાજ કંપનીનું પલ્સર રજી.નંબર-GJ-04-EH 9040 મોટર સાયકલ લઇને નિર્મળનગર,ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર ઉભો છે. તેઓ પાસે રહેલ કાચા ઘાટના હિરા બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે હિરા તથા મોટર સાયકલ તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ.જે મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોટર સાયકલ તથા હિરા વિશે પુછપરછ કરતાં આજથી આશરે સાતેક મહિના પહેલાં ભાવનગર,કામીનીયાનગર,સીદસર રોડ ઉપર આવેલ સંજયભાઇ સુતરીયા ભંડારીયાવાળાના સીતારામ ડાયમંડના હિરાના કારખાને હિરા ઘસતો હતો.ત્યારે રાતના અઢી વાગ્યે શટરનું તાળુ તોડી ટેબલમાં રાખેલ હિરાના પેકેટની ચોરી કરેલ હોવાનું અને મોટર સાયકલ વીસ-બાવીસ દિવસ પહેલાં શેરી નંબર-૧૧,સરીતા સોસાયટીમાંથી રાતના ત્રણેક વાગ્યાની આસપાસ રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમ

રાહુલ લલીતભાઇ દુધરેજીયા ઉ.વ.૩૦ રહે.રૂમ નંબર-૮૩૧૧,બ્લોક નંબર-૧૨,જુના બે માળીયા,ભવાનીનગર, ભરતનગર, ભાવનગર હાલ-ઢોલરીયા શેરી,બસ સ્ટેન્ડ પાસે, જસદણ જી.રાજકોટ

કબ્જે કરેલ મુદ્દામાલ

1. કાળા કલરનું બજાજ કંપનીના પલ્સર રજી. નંબર-GJ-04-EH 9040 ચેસીઝ નંબર-MD2B6 8BX4PP G31588 તથા એન્જીન નંબર-DHXPPG50057વાળુ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/-

2. કાચા ઘાટના ફોર પી હોવાનું અને વજન-૨ કેરેટ ૯ સેન્ટ કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ        શોધી કાઢેલ ગુન્હાઓઃ-

1. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૧૨૩૦૨૯૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૮૦,૪૫૭ મુજબ

2. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૫૨૩૧૬૫૭/ ૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદિયા,વિઠ્ઠલભાઇ બારૈયા,મહેન્દ્દભાઇ ચૌહાણ,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,રાજુભાઇ બરબસીયા વગેરે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *