bhavnagar

જૈન સેવા સમાજ દવાખાનાનું નવું બિલ્ડીંગ લોક સેવા માટે અત્યંત ઝડપથી તૈયાર કરવામાં આવ્યું

છેલ્લા 105 વર્ષથી લોકોની સેવા માટે જૈન સેવા સમાજ દવાખાનું કાર્યરત છે આ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરીત થઈ જતા જૂનું બિલ્ડીંગ પાડી દેવામાં આવ્યું હતું તે જગ્યા પર નવા બિલ્ડિંગનું બંધ કામ શરૂ કરવામાં આવ્યું હતું લોકોની સુખાકારી માટે આ બિલ્ડિંગ બહુ જ ઓછા સમયગાળામાં તૈયાર કરી દેવામાં આવ્યું છે

પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય નિતીસૂરીશ્વરજી મ.સા.ના પરમ ઉપકાર, આશિર્વાદ અને મોતીશા અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી દવાખાના માટે પવિત્ર ભુમી પ્રાપ્ત થયેલ છે

પરાર્થવત્સલ પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજના દિવ્યાશીષ અને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મનમોહનસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આશીષથી અને શ્રી હાલારી વિશા ઓશવાળ આદિજિન સેવા ટ્રસ્ટ તથા દાતાઓના અવિરત સહકારથી આ નવા બિલ્ડીંગનું કાર્ય ખૂબ જ ટુંકા સમયમાં પરિપૂર્ણ થયુ છે

શ્રી જૈન સેવા સમાજની અવિરત સેવાઓ

ફક્ત રૂા. પ માં MBBS ડોકટર સાહેબની કન્સ્લટેશન (જરૂરી તપાસ અને નિદાન) ફક્ત રૂા. ૫ માં આર્યુવૈદિક ડૉકટર દ્વારા જરૂરી તપાસ અને નિદાન, રાહત દરે દવાઓ આપવામાં આવે છે

નવ નિર્માણાધીન બિલ્ડીંગના વિવિધ વિભાગના દાતાશ્રીઓ

લેબોરેટરી : મોંઘીબેન વનમાળીદાસ, ડોકટર કન્સ્લટીંગ રૂમ નં.૧, નગરશેઠ કલ્યાણજીભાઈ વનમાળીદાસ, વોટર રૂમ : નગરશેઠ વનમાળીદાસ બેચરભાઈ, મેડીકલ સ્ટોર : માતુશ્રી લીલાવતીબેન છોટાલાલ શાહ,ડ્રેસીંગ રૂમ : શ્રીમતી પુષ્પાબેન મોહનલાલ, વિવિધસક્ષિસ હો. સ્વ. આનંદકુમાર પંકજકુમાર, ડોકટર કન્સ્લટીંગ રૂમ નં.ર, માતુશ્રી શારદાબેન જયંતિલાલ, ડોકટર કન્સ્લટીંગ રૂમ નં.૩ બકુલાબેન કિશોરભાઈ ઝવેરી, ડોકટર કન્સ્લટીંગ રૂમ નં.૪ લીલુબેન લખમશી ગોવા, કેસ વિન્ડો માતુશ્રી મોતીબેન જેઠાલાલ ચંદરીયા, પુરૂષ વોર્ડ માતુશ્રી રંજનબેન ખાંતીલાલ ત્રિભોવનદાસ મહેતા, મહિલા વોર્ડ માતુશ્રી મંછાબેન રમણીકલાલ શાહ, ડો. બ્લોક કવાર્ટર. શાહ પેપર મીલ્સ, વાપી,સ્ટોર રૂમ શાન્તુબેન રમેશ રાયશી ગડા, નાઈરોબી લીફટ શ્રીમતી લત્તાબેન જયંતિલાલ નાગડા, એમ્બ્યુલન્સ: કસ્તુરધામ ધર્મશાળા તરફથી સહયોગ મળ્યો છે

લોકોને આ તમામ સેવા વેલી મળે તેવા હેતુથી ભાવેશભાઈ શેઠ પારસ ટ્રાવેલ્સ, નિમેશભાઈ નિકી ગ્રાફિક્સ , પેંડાભાઈ જૈન ડેરી તળેટી, કોશિકભાઈ કપાસી, ની તન તોડ મહેનત નિષ્ઠાવાન કાર્યથી ટૂંકા સમય ગાળામાં દવાખાનું તૈયાર થઈ ગયુ છે

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *