bhavnagar

ભાવનગર મંડળના 7 રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ, મુસાફરોને મળશે વધુ સારી સુવિધા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સુવિધાઓના વિસ્તરણ અને ઉન્નતીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં મંડળના કુંડલી, લાઠીદડ, અલમપર, વઢવાણ સિટી, સોનગઢ, ખોડિયાર મંદિર અને રાણપુર રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડના કારણે મુસાફરોને તડકા અને વરસાદ જેવી હવામાન સંબંધિત પરિસ્થિતિઓથી રાહત મળશે તેમજ સ્ટેશન પર ટ્રેનની રાહ જોવી વધુ સુવિધાજનક બનશે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા વરિષ્ઠ મંડળ ઇજનેર (સમન્વય) શ્રી ડી. એસ. યાદવની દેખરેખ હેઠળ મુસાફર સુવિધા સંબંધિત આ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ શેડના નિર્માણથી સંબંધિત સ્ટેશનો પર મુસાફરો માટે ઉપલબ્ધ પાયાની સુવિધાઓમાં વધારો થયો છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મંડળનાં વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફર સુવિધાઓના વિકાસ અને વિસ્તરણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર પાયાની સુવિધાઓને વધુ સારી બનાવવા તથા પુનર્વિકાસનાં કાર્યો દ્વારા મુસાફરીના અનુભવને વધુ સુવિધાજનક બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા, સ્ટેશન પરિસરોના ઉન્નતીકરણ તથા મુસાફર સંતોષમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *