પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે રાજય બહારથી ભાવનગર જિલ્લામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડનાર ઇસમો અંગે વોચ તથા બાતમી મેળવી તેઓના નેટવર્કનો પર્દાફાશ કરી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૭/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી.ના માણસો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જગદેવસિંહ ઝાલા પો.કોન્સ.એલ.સી.બી.ભાવનગરનાઓને બાતમીરાહે હકિકત મળેલ કે,રાહુલ ગોહિલ રહે.આખલોલ જકાતનાકા,ભાવનગર તથા મહેશ ઉર્ફે મયુર પરમાર રહે.ચિત્રા,ભાવનગરવાળા સફેદ કલરની મહિન્દ્દા કંપનીની TUV 300 આગળ-પાછળ રજી.નંબર-GJ-18-BF 8326માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં જવાના છે. જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ હાઇ-વે ઉપર ભાવનગર તરફ જતાં રોડ ઉપર નિરમાના પાટીયે બજરંગદાસ બાપાની મઢુલી પાસે રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબનાં ઇસમો નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ.આ હાજર મળી આવેલ બંને ઇસમો તથા આ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા મંગાવનાર વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-
1. રાહુલ દિનેશભાઇ ગોહિલ ઉ.વ.૩૦ ધંધો-રી.ડ્રા. રહે.રૂમ નંબર-૧૦૬, સરયુ વિંગ્ઝ,સ્વપ્ન સાકાર સોસાયટી,ટોયોટા શો રૂમ પાછળ,આખલોલ જકાતનાકા,ભાવનગર
2. મહેશ ઉર્ફે મયુર રાજુભાઇ જેન્તીભાઇ પરમાર ઉ.વ.૨૬ રહે.ઇન્દિરાનગર,રફિક મોટર ગેરેજવાળો ખાંચો,ચિત્રા,ભાવનગર
3. ભૌમિકરાજસિંહ રાયજાદા રહે.અમદવાદ (પકડવાનાં બાકી)
4. ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા રહે.પ્રેસ કવાટર્સ,ભાવનગર (પકડવાનાં બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ઇમ્પ્રેશન્સ રીઝર્વ બ્લેન્ડેડ ગ્રેઇન વ્હીસ્કી ૧૮૦ ML ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક બોટલ નંગ-૪૮ ભરેલ પેટી-૪૦માં કુલ બોટલ નંગ-૧૯૨૦ કિ.રૂ.૧,૯૨,૦૦૦/-
2. સફેદ કલરની મહિન્દ્દા કંપનીની TUV 300 રજી.નંબર-GJ-18-BF 8326 લખેલ કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
3. વીવો કંપનીનો દુધીયા કલરનો મોડલ-VIVO Y21t મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
4. કાળા કલરનો કાર્બન કંપનીનો કિપેડવાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦/-
5. રાહુલ દિનેશભાઇ ગોહિલના નામનું આધારકાર્ડ, પાન કાર્ડ તથા ભારતીય દરની ચલણી નોટો રૂ.૬,૦૦૦/-
6. વીવો કંપનીનો મોડલ-VIVO 1904વાળો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૭,૧૨,૫૦૦/-નો મુદ્દામાલ
પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા,હસમુખભાઇ પરમાર,ભોજુભાઇ બરબસીયા વગેરે સ્ટાફના માણસો આ સમગ્ર કામગીરી માં જોડાયાં હતાં.