bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકડ રૂ.૨૮,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં છ શકુનીઓ ને ઝડપ્યા.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૭/૧૨/૨૦૨૩નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વનરાજભાઇ ખુમાણ હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરને બાતમી મળેલ કે,જસવંતપુરા ગામે વલ્લભાઇ ચુડાસમાના મકાનની બાજુમા આવેલ ખુલ્લા પ્લોટમા જાહેર જગ્યામાં અમુક માણસો ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ વેળાવદર ભાલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
રેઇડ દરમિયાન પકડાયેલ આરોપીઓઃ-
1. નરેશભાઇ ધીરૂભાઇ પરમાર ઉ.વ.૨૨ રહે.કેન્દ્ર વર્તી શાળા પાસે, ગુંદાળા વિસ્તાર,શિહોર જી.ભાવનગર
2. રામજીભાઇ ભાવસંગભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે.રામાપીરના ચોક પાસે, G.I.D.C.,ગુંદાળા વિસ્તાર, શિહોર જી.ભાવનગર
3. વિક્રમભાઇ ભાવુભાઇ મકવાણા ઉ.વ.૫૧ રહે.વિરસીંગભાઇની દુકાન પાસે, G.I.D.C.,ગુંદાળા વિસ્તાર, શિહોર જી.ભાવનગર
4. શૈલેષભાઇ વલ્લભભાઇ ચુડાસમા ઉ.વ.૩૦ રહે.જ્શવંતપુરા તા.જી.ભાવનગર
5. વિક્રમભાઇ જયંતીભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહે. રહે.જ્શવંતપુરા તા.જી.ભાવનગર
6. શંકરભાઇ કાનજીભાઇ મકવાણા ઉવ.૪૦ રહે.હનુમાન દાદાના મંદીર પાસે, G.I.D.C., ગુંદાળા વિસ્તાર, શિહોર જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ- ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૨૨,૧૩૦/- મળી કુલ કિ.રૂ.૨૮,૨૦૦/– નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા,હસમુખભાઇ પરમાર,ભોજુભાઇ બરબસીયા જોડાયેલ હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *