આણંદની શિખોડા તલાવડી પ્રાથમિકા શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
નગરજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો
આણંદ, મંગળવાર:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.
જે અંતર્ગત આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૩, ૪, ૫, ૬ અને ૧૦ માટે શહેરની શિખોડ તલાવડી પ્રાથમિક શાળા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી પ્રત્યેક વ્યક્તિ અને પરિવારનો વિકાસ સાધવાનો છે. તેમણે સામુહિક પ્રયાસો દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં લાવવાના સંકલ્પમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના ભાગરૂપે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેમને મળેલી સરકારી સહાય અને યોજનાના લાભ વિશે પોતાના પ્રતિભાવ રજૂ કરી સરકાર પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો- ચેક નું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી એસ.કે ગરવાલ, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સુમિત્રાબેન પઢિયાર, અગ્રણીશ્રી મયુરભાઇ પટેલ, સ્વપ્નિલભાઈ પટેલ, અમિતભાઈ ઠાકોર, નિલેશભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ