Latest

જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સિઝ કરાયો

દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી રૂ.૩૯૮૩૭૨/- (અંકે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોત્તેર પુરા) નો જથ્થો સિઝ કર્યો

જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલની સુચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષકશ્રી પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકશ્રીઓની ટીમ અને મામલતદારશ્રી, દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતીયાવાસ વિસ્તારમાં આવેલ મહંમદહનીફ ગુલાબનબી મેમણના રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતાં મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે. જે ઘઉં-૦૭ કટ્ટા ૨૫૩.૭૦૦ કિ.ગ્રા. જેની બજાર કિંમત રૂ.૬૮૪૯.૯૦/- તથા ચોખા-૯૮ કટ્ટા, ૪૯૪૦.૫૦૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૧૩૩૮૮૭.૫૫/- આમ કુલ રૂ.૧૪૦૭૩૭.૪૫/-(અંકે રૂપિયા એક લાખ ચાળીસ હજાર સાતસો સાડત્રીસ પુરા)નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

તથા મેમણ મહોમદવારીસ ગનીભાઈ, રહે.મેમણ ઈન્દીરાનગર કોલોની, દાંતા, ધંધાનું સ્થળ ન્યુ બનાસ ટ્રેડર્સ, હડાદ રોડ, મહાલક્ષ્મી દાળબાટીની પાછળ, દાંતામાં આકસ્મિક તપાસણી કરતાં ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ જથ્થો માલુમ પડેલ છે.

જે દુકાન નં.૧૦ ઘઉં-૨૩ કટ્ટા ખુલ્લા ૯૨૦ કિ.ગ્રા. જેની બજાર કિંમત રૂ.૨૪૮૪૦/- તથા ૫૩ કટ્ટાબંધ ૨૬૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૭૧૫૫૦/- તેમજ દુકાન નં.૧ થી ૬ ચોખા-૧૧૯ કટ્ટા, ૫૯૫૦ કિ.ગ્રા., જેની બજાર કિંમત રૂ.૧૬૧૨૪૫/- આમ કુલ રૂ.૨૫૭૬૩૫(અંકે રૂપિયા બે લાખ સત્તાવન હજાર છસો પાંત્રીસ પુરા)નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

આમ તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમ્યાન રૂ.૩૯૮૩૭૨/- (અંકે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો બોત્તેર પુરા) નો જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ છે એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારીયાદીમાં જણાવ્યું છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *