Latest

અંબાજીની દુકાનમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ

અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ એક્શન મોડમાં, આર્થિક મદદ કરી

અંબાજીના મુખ્ય બજારમાં ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં અગમ્ય કારણોસર આગનો બનાવ બનતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

કાપડ સિલાઈ ની દુકાનમાં તમામ સામાન મળીને ખાક થઈ ગયો હતો. અંબાજીના નવા ચૂંટાયેલા સરપંચ કલ્પનાબેન દવે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

કલ્પનાબેન દવે દ્વારા દુકાનના માલિકને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આર્થિક મદદ પણ કરી હતી અને બીજી પણ મદદ કરવાની ખાતરી આપી હતી.બંધ દુકાનમાં આગ લાગતા મોટી જાનહાની ટળી હતી.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *