Latest

ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ માં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

ગોધરા, વી. આર. એબીએનએસ:
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનના દિવસને “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે ૧૧ માં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમહાલના ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય’’ માટે યોગ અને “મેદસ્વિતા મુક્ત ગુજરાત” થીમ આધારીત ૧૧ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ યોગનું અનેરૂ મહત્વ સમજાવવામાં આવ્યું છે. આપણી આજની વર્તમાન સમયની ભાગદોડવાળી જીવનશૈલીમાં ઉદભવતી આરોગ્યલક્ષી સમસ્યાઓમાંથી આપણે જો છુટકારો મેળવવો હશે

તો પ્રત્યેક વ્યક્તિએ યોગને અપનાવવો જ પડશે, તેમ જણાવી જિલ્લા પંચાયત પ્રમુખે ઉપસ્થિત સર્વેને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા જણાવ્યું હતુ. વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેંન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણીની ઝાંખીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ સ્થળે સૌએ નિહાળ્યુ હતુ.

કાર્યક્રમના પ્રારંભમાં પંચમહાલના નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ એ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. તેમજ યોગના મહત્વ અને રોજિંદા જીવનમાં યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપી સૌને યોગને રોજબરોજના જીવનનું એક ભાગ બનાવવા જણાવ્યુ હતું.

આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગબોર્ડના ઝોન અને જિલ્લા કોઓર્ડીનેટર્સ દ્વારા ઉપસ્થિત સૌને યોગના ત્રણ મુખ્ય ભાગ એટલે કે સુક્ષ્મ વ્યાયામ, આસનો અને પ્રાણાયામની વિવિધ યોગક્રિયાઓ અંગે માહિતગાર કરી વિવિધ યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.હરિભાઇ કટારીયા, ડી.સી.એફ. પ્રિયંકાબેન ગેહલોત, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નગરપાલિકા પ્રમુખ જયેશભાઇ, અગ્રણી મયંકભાઇ દેસાઇ, પ્રાંત અધિકારી નિરીલ મોદી, રમત ગમત અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, વિવિધ વિભાગોના અધિકારી -કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગબોર્ડના ઝોનના અને જિલ્લાના કોઓર્ડીનેટર્સ, યોગસાધકો, યોગટ્રેનરો તથા ગોધરાની વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *