Latest

મહોરમ પર્વ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

જામનગર, સંજીવ રાજપૂત: આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસ અનુસંધાન જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.

જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયા ના પરવાનેદારો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. મુસ્લિમ ધર્મનો તાજીયા-મહોરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા કોઇ અનિચ્છનીય બનાવ ‘ન’ બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત તાજીયા-મહોરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને અપીલ સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ બસીરભાઇ મલેકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *