Latest

બોટાદના ગઢડામાં સંસ્કૃતિ ઉજાગર કરતા દ્વારકાના આહિરાણી મહા રાસ માટે થનગનાટ.

ગઢડા તાલુકાના આહીર સમાજની બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજજ બની જિલ્લાનાં ધાર્મિક સ્થળોએ નિમંત્રણ પાઠવ્યા, ગઢડા, પાળીયાદ, સાળંગપુર રાસ લઈને પાઠવ્યું નિમંત્રણ.

ભારત દેશની ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરતા ગરબાની વિશ્વભરમાં સ્વીકૃતિ સાથે ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. આપણી રાસ ગરબાની પરંપરાને વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ કરવા માટે આગામી 23-24 ડિસેમ્બરે દ્વારકા ખાતે એકિસાથે 37 હજાર આહિરાણી બહેનોનો મહારાસ યોજાવાનો છે

જે મહા રાસ મહોત્સવ ને ચાર ચાંદ લાગે તે માટે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આહિરાણી બહેનો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને બોટાદ જિલ્લાના ગઢડા મચ્છુ માતાજી મંદિર, પાળીયાદ વિહળાનાથની જગ્યામાં અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાસ ગરબા લઈને આમંત્રણ પાઠવવામાંઆવ્યુ હતું.

દ્વારકામાં આગામી 23 – 24 ડિસેમ્બરે આહિરાણી બહેનો નો મહા રાસ યોજાવાનો છે જેમા 37 હજાર આહિરાણી બહેનો એકજ સ્થળે મહારાસ યોજી રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ થનારા મહા રાસ માટે બોટાદ જિલ્લામાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમની પૂર્વ તૈયારી સ્વરૂપે ગઢડા તાલુકામાંથી આહીર સમાજની બહેનો દ્વારા પોતાના પરંપરાગત પોષાક સાથે બોટાદ જીલ્લા મા આવેલા મચ્છુમા મંદિર ગઢડા, વિસામણબાપુની જગ્યા પાળીયાદ અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરેઆમ જિલ્લાના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાનો ઉપર પહોચી પરંપરાગત રાસ ગરબા યોજી દ્વારકામાં યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવેલ તેમ આહિર સમાજના છાયાબેન આહિરે મીડીયાને માહિતી આપી હતી.

રિપોટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *