Latest

વિકસિત ભારત સંકલ્પ યાત્રા : ૨૦ મો દિવસ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આજે આણંદ જિલ્લાના ૬ તાલુકાના ૮ ગામોમાં પરિભ્રમણ

આજે અંબાલી, મોગર, ત્રંબોવડ, હરિયાણ, માલુ, પાળજ, થામણા અને ભાણપુરા ગામો ખાતે રથ પરિભ્રમણ કરશે

આણંદ, સોમવાર:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી વિવિધ યોજનાઓના લાભો સ્થળ ઉપર જ સાચા લાભાર્થીને શોધીને આપવામાં આવે તે માટે આ યાત્રા  શરૂ કરવામાં આવી છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહયાં છે.

આણંદ જિલ્લામાં આજે તા.૧૯ મી ડિસેમ્બર મંગળવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૨૦ મા દિવસે યાત્રા સવારના ૧૧ વાગ્યે જિલ્લાના ૬ તાલુકામાં પહોંચશે. જેમાં આણંદ તાલુકાના  મોગર ગામે, પેટલાદ તાલુકાના પાળજ ગામે, ઉમરેઠ તાલુકાના થામણા ગામે, ખંભાત તાલુકાના હરિયાણા ગામે  સવારે ૧૧-૦૦ કલાકે અને બપોર બાદ ૩-૦૦ કલાકે માલુ ગામે, આંકલાવ તાલુકાના  અંબાલી ગામે  સવારે ૧૧-૦૦  કલાકે અને બપોર બાદ ભાણપુરા ગામે ૩-૦૦ કલાકે  તથા સોજીત્રા તાલુકાના ત્રંબોવડ ગામે સવારે ૧૧-૦૦ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચશે અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે વિવિધ લાભાર્થીઓને યોજનાના લાભ આપવામાં આવશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને સરળતાથી તેમને મળવા પાત્ર ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવામાં આવે છે જે મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *