Latest

કિશોરી ઘર છોડીને જામનગર આવી પહોંચતા અભયમની ટીમે પરિવારને પરત સોંપી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ૧૮૧ અભયમની ટીમને એક જાગૃત મહિલાનો કોલ આવતા ટીમે સ્થળ પર પહોંચીને જોયું ત્યારે બપોરના ૧૨ વાગ્યાના સમય આસપાસ એક ૧૬ વર્ષની દીકરી બેઠી હતી. જે મૂળ દ્વારકાની હોય અને ઘરે પરત ન જવું હોવાથી જામનગર આવી પહોંચતા ટીમ દ્વારા સફળ રીતે કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોંપવામાં આવી હતી.

કોલ આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર રીના દિહોરા ASI તારાબેન ચૌહાણ તેમજ પાયલોટ મહાવીર સિંહ વાઢેર સ્થળ પર રવાના થાય હતા અને કિશોરી સાથે કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે યુવતી પાસે એક સ્માર્ટફોન હોય અને તેઓ જે ફોન નંબર પર વાતચીત કરતાં હતા તે નંબર બંધ આવતો હતો.

બાદમાં પૂછપરછ કરતાં યુવતી દ્વારકા જિલ્લાના હોય અને સવારના પાંચ વાગ્યાથી ઘરેથી નીકળી ગયા હતા અને તેમને ઘરે પરત જવું નથી તેવું જણાવ્યું હતું. બાદમાં તેમની પાસેથી પરિવારની વિગતો મેળવતા તેમના પિતા ત્યાં આવી પહોંચતા તેઓએ જણાવ્યું હતું કે તેમની દિકરી છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં કશું બોલતી ન હોય અને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી

તેઓએ દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ દાખલ કરતાં મોબાઈલના લોકેશન પરથી જામનગર પહોંચ્યા હતા. દીકરીના આ નિર્ણયથી તેમના પિતા ખૂબ ગભરાઈ ગયા હોય અને દુઃખી હતા, ત્યારબાદ કિશોરી ને શાંતિથી બેસાડીને અભયમની ટીમ દ્વારા તેણીનું કુશળ કાઉન્સેલિંગ કરતાં તેમના પિતા સાથે ઘરે જવા માટે તૈયાર થતાં કિશોરીના પિતાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *