પોરબંદર અને ગુજરાતના અન્ય બંદરો ખાતે ભારતીય નેવલ પ્લેટફોર્મની વધતી ઉપસ્થિતિના કારણે અહીં ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સહકાર આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયાના હેડક્વાર્ટર દ્વારા પોરબંદર ખાતે 20 નવેમ્બર 2020ના રોજ ટેકનિકલ વેન્ડર બેઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નેવીની જરૂરિયાતોમાં સહકાર પૂરો પાડવા માટે મજબૂત વેન્ડર બેઝમાં વૃદ્ધિ કરવાના ઉદ્દેશથી આ વર્કશોપ યોજાયો હતો. ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ પુરુવીર દાસ આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યાં હતા અને આ વર્કશોપના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
આ વર્કશોપનું આયોજન ભારતના આદરણીય પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા ‘વોકલ ફોર લોકલ’ આહ્વાનને અનુરૂપ કરવામાં આવ્યું હતું. મહત્વાકાંક્ષી ટેકનિકલ કંપનીઓને તેમના વ્યવસાયનો વિકાસ કરવા માટે અને દેશના ગૌરવપૂર્ણ સૈન્યદળોની સફળતાનો હિસ્સો બનાવા માટે આ વર્કશોપ એક આદર્શ મંચ પૂરો પાડતું હોવાથી ભારતના મુખ્ય સમુદ્રકાંઠો ધરાવતા રાજ્યોમાંથી એક એવા આ રાજ્યમાં ખૂબ સારી રીતે વિકાસ પામેલા જહાજ ઉદ્યોગમાંથી અંદાજે 70 જેટલી જાણીતી કંપનીઓઓ આ વર્કશોપમાં ભાગ લીધો હતો.