અમદાવાદ, સંજીવ રાજપૂત: આનંદરાજ યશવંતરાજ આંબેડકરની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ ડૉક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીનું જાહેર લોક અભિવાદન તા.24/12/2023 ને રવિવારના રોજ
સવારે 10.00 કલાકે, આઇ.એસ.ટી.એસ હૉલ ,અવની ભવન, ઓ.એન.જી.સી ની સામે ચાંદખેડા રોડ ,અમદાવાદ ખાતે યોજાશે.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આઠમી જુલાઈ 1945 ના રોજ પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ 46 કૉલેજોની રચના કરી હતી. જેમાં આજના દાહડે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
મુંબઈમાં આવેલ પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સિદ્ધાર્થ કૉલેજની ‘આનંદ ભવન ” “બુદ્ધ ભવન ” હૅરિટેજ બિલ્ડિંગ્સના રિનોવેશન માટે તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એક લાખ ૨૫ હજાર પુસ્તકોના ડિઝિટિલાઈઝેશન કરવા માટે તેમજ મુંબઈ દરિયા કિનારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ના 350 મીટરના ઊંચા સ્ટેચ્યુની સાથે ભવ્ય સ્મારકનું નિર્માણ થઈ રહ્યું છે.
તેના વિકાસ માટે ડૉક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી, સાંસદ અમદાવાદ પશ્ચિમ એ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદિય કલ્યાણ સમિતિના અધ્યક્ષ સ્થાને થી મંજુર કરાવી છે.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાજ યશવંતરાજ આંબેડકર, ચૅરમેન : પીપલ્સ એજ્યુકેશન સોસાયટી, મુંબઈની અધ્યક્ષતામાં સાંસદ ડૉક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીનો જાહેર લોક અભિવાદન સમારોહ આયોજીત કરવામાં આવશે. પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના 750 જિલ્લામાં શિક્ષણ કેન્દ્રનું નિર્માણ થાય તે માટે આ શુભ દિવસે જાહેરાત કરવામાં આવશે.