આણંદ, શુક્રવાર – આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયતી ખાતાની યોજનાના પ્રચાર પ્રસાર માટે પેટલાદ તાલુકાના ઈસરામાં ગામે અને ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામે બાગાયતી યોજનાઓના લાભ વિશેની માહિતીના આદાન-પ્રદાન માટે તેમજ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવાના હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ તેમજ સહાયલક્ષી યોજનાઓ વિષયક ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦ કરતાં વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ નાયબ બાગાયત નિયામક શ્રી ડો. એસ. એસ. પિલ્લાઈ ના માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારી કે. આર. ઠાકોર અને એચ. આર. ઠાકરીયા દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાની યોજનાઓ વિશે અને પ્રાકૃતિક કૃષિ તેમજ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ