Latest

પેટલાદ અને ઉમરેઠ ખાતે બાગાયતી યોજનાઓની જાણકારી માટે એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ

આણંદ, શુક્રવાર – આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયતી ખાતાની યોજનાના પ્રચાર પ્રસાર માટે પેટલાદ તાલુકાના ઈસરામાં ગામે અને ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામે બાગાયતી યોજનાઓના લાભ વિશેની માહિતીના આદાન-પ્રદાન માટે તેમજ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવાના હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ તેમજ સહાયલક્ષી યોજનાઓ વિષયક ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦૦ કરતાં વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ નાયબ બાગાયત નિયામક શ્રી ડો. એસ. એસ. પિલ્લાઈ ના માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારી કે. આર. ઠાકોર અને એચ. આર. ઠાકરીયા દ્વારા  ખેડૂતોને બાગાયત ખાતાની યોજનાઓ વિશે અને પ્રાકૃતિક કૃષિ તેમજ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *