આણંદ, શુક્રવાર :: આણંદના નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઇની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ ખાતે સિલિકોસિસ રોગ નિયંત્રણ વિશે બેઠક યોજાઇ હતી. શ્રી દેસાઇએ બેઠકમાં ઉપસ્થિત સબંધીત અધિકારીઓ પાસેથી આણંદ જિલ્લામાં સિલિકોસીસના કેસો અને તે માટે કરવામાં આવતી કામગીરીની જાણકારી મેળવી હતી.
પ્રારંભમાં જિલ્લા આદ્યોગિક સલામતી અને આરોગ્યના સહાયક નિયામકશ્રી રીનાબેન રાઠવાએ ક્રિસ્ટાલાઈન સિલિકા શું છે, ક્રિસ્ટાલાઇન સિલિકાની આરોગ્ય પર થતી અસરો, સિલિકોસીસ એટલે શું અને ક્વાર્ટઝ એટલે કે ક્રિસ્ટલાઇન સિલિકાનો ઉપયોગ કરતી ફેક્ટરીઓ માટેનો ફેક્ટરી કાયદો-૧૯૪૮ તથા સ્ટોન ફેક્ટરીમાં સલામતીના કેવા માપદંડોનું અમલીકરણ કરવામાં આવ્યું છે
અને કેવા માપદંડો લેવાવા જોઇએ, સ્વરોજગાર કરતાં હોય તેવા લોકોમાં સિલિકોસિસની પ્રમાણ-અસરો, સ્વરોજગાર ધરાવતાં લોકો કે જે સિલિકોસિસના લીધે મૃત્યુ પામતા હોય તેમના માટે નાણાંકીય સહાય યોજના સહિતની બાબતો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ