Latest

આણંદ સિલિકોસીસ રોગ નિયંત્રણ અંગે બેઠક યોજાઇ

આણંદ, શુક્રવાર :: આણંદના નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઇની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ ખાતે સિલિકોસિસ રોગ નિયંત્રણ વિશે બેઠક યોજાઇ હતી. શ્રી દેસાઇએ બેઠકમાં ઉપસ્થિત સબંધીત અધિકારીઓ પાસેથી આણંદ જિલ્લામાં સિલિકોસીસના કેસો અને તે માટે કરવામાં આવતી કામગીરીની જાણકારી મેળવી હતી.

પ્રારંભમાં જિલ્લા આદ્યોગિક સલામતી અને આરોગ્યના સહાયક નિયામકશ્રી રીનાબેન રાઠવાએ ક્રિસ્ટાલાઈન સિલિકા શું છે, ક્રિસ્ટાલાઇન સિલિકાની આરોગ્ય પર થતી અસરો, સિલિકોસીસ એટલે શું અને ક્વાર્ટઝ એટલે કે ક્રિસ્ટલાઇન સિલિકાનો ઉપયોગ કરતી ફેક્ટરીઓ માટેનો ફેક્ટરી કાયદો-૧૯૪૮ તથા સ્ટોન ફેક્ટરીમાં સલામતીના કેવા માપદંડોનું અમલીકરણ કરવામાં આવ્યું છે

અને કેવા માપદંડો લેવાવા જોઇએ, સ્વરોજગાર કરતાં હોય તેવા લોકોમાં સિલિકોસિસની પ્રમાણ-અસરો, સ્વરોજગાર ધરાવતાં લોકો કે જે સિલિકોસિસના લીધે મૃત્યુ પામતા હોય તેમના માટે નાણાંકીય સહાય યોજના સહિતની બાબતો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા માનવતાની મિસાલ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદી…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહેરાત

​બોટાદ: આગામી ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓના માહોલ વચ્ચે સામાજિક સંગઠનોમાં…

1 of 137

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *