કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને લાભ એમના ઘર આંગણે લાભ મળી રહે એ અભિગમ સાથે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભાવનગર તાલુકાના ભોજપરા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગામલોકોએ નિહાળ્યું હતું
જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જિલોવાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ યાત્રા ગામમાં પ્રવેશતા ગામના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતું.આ યાત્રાના રથમાં સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન,પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ માં મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જશુબેન મકવાણા, વિસ્તરણ અધિકારી શ્રી કલ્પેશભાઈ ભટ્ટ તેમજ ગામના આગેવાનો,અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.