bhavnagarBreaking NewsGujarat

પાલિતાણા તાલુકાનાં બહાદુરગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ બહોળી સંખ્યામાં લોકોની હાજરી સાથે યોજાયો.લોકોએ મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓનો લાભ લીધો.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના બહાદુરગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો  કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત આગેવાનો હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગામલોકોએ નિહાળ્યું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામેગામ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે.તેમજ લોકો વિવિધ સરકારી યીજનાના લાભથી માહિતગાર અને લાભન્વિત થઈ રહ્યા છે.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ નાગરિકોએ જાગૃત બની આ યાત્રાને સફળ બનાવવા આગળ આવવા આહવાન કર્યું હતું.તેમજ જરૂરિયાત અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી લલ્લુભાઇ આંબલિયાએ તેમનાં વક્તવ્યમાં કહ્યું હતું કે સરકાર લાભ આપવા આંગણે આવી છે ત્યારે સૌ કોઇ નાગરિકોએ તેનો લાભ લેવો જોઇએ.

ત્યારબાદ નાયબ મમાલતદારશ્રી દશરથસિંહ લિંબડે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો હેતુ સમજાવી લોકોને મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી

તાલુકાના આગેવાનશ્રી નૂતનસિંહ ગોહિલે તેમનાં સંબોધનમાં કહ્યુત્ર હતુત્ર કે આયુષ્યમાન કાર્ડ એ તમામ જરુરિયાતમંદ પરિવારોને સરકારશ્રી
તરફથી મળેલી મહામૂલી ભેટ છે.

આ પ્રસંગે વિવિધ યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.લોકોની આરોગ્ય ચકાસણી તેમજ આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાની સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાલિતાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી લલ્લુભાઇ આંબલિયા,નાયબ મમાલતદારશ્રી દશરથસિંહ લિંબડ,તાલુકાનાં આગેવાન શ્રી નૂતનસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *